રાજકોટમાં છરીના ઘા ઝીંકી 52 વર્ષીય મહિલાની હત્યા

copy image

રાજકોટમાં કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નૌકરી કરતી આધેડ મહિલાની હત્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બાબતે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટમાં ઋષિકેશ સોસાયટીમાં રહેતી 52 વર્ષીય ચૌલાબેન પટેલના પડોસમાં જ રહેતો એક શખ્સ રાત્રીના સમયે તેના ઘરે આવી અને મહિલા સાથે ગેરવર્તન કરી રહ્યો હતો. તે સમયે મહિલાએ વિરોધ કરતા આરોપી શખ્સે તેના પર છરીના ઘા ઝીંકી દીધા હતા. જેથી મહિલાનું મોત નીપજ્યું હતું. આ બાબતે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસે આ સમગ્ર ઘટનામાં આરોપીની અટક કરી આગળની વધુ તપાસ આદરી છે.
