“ગૌમાતાનું ધીમે ધીમે મૃત્યુ – શા માટે અમારી નિષ્ઠુરતા?”

બળદિયા ગામમાં આવી એક દુઃખદ પરંપરા નિમિત્તે આ લેખ લખવો પડે છે કે જ્યાં ગૌવંશ માટે રાખવામાં આવતો એઠુ ખોરાક આજે તેમની માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ભોજનમાં ભલે ભાવના શુદ્ધ હોય, પણ જો એ ખોરાકમાં પ્લાસ્ટિક મિશ્રિત હોય તો એ પવિત્ર કાર્ય પણ દુષ્કર્મમાં ફેરવાઈ જાય છે.
દરરોજ ગામના અનેક સ્થળોએ પ્લાસ્ટિકથી ભરેલા થેલાઓમાં ગાયમાતા માટે ખોરાક નાખવામાં આવે છે. ગૌવંશ એ ખોરાક સાથે પ્લાસ્ટિક પણ ખાતા હોય છે – જે તેમના શરીરમાં રહી જાય છે અને લાંબા ગાળે તેમને અકાળ મૃત્યુ તરફ લઈ જાય છે.
આમ તો આપણું ગામ ‘બળદિયા’ – બળદના નામ પરથી ઓળખાય છે, પણ કઈ વિરુદ્ધ વિધિના કારણે આજે . શું આપણે આ મહત્વનો વારસો ગુમાવવાનો ઈરાદો રાખી બેઠા છીએ?
જાગતા પરચા હોવા છતાં, ખબર હોવા છતાં – આ અવિચારસર પ્રવૃતિ આજે પણ ચાલી રહી છે. હવે સમય આવી ગયો છે કે આપણો એક સંકલ્પ – ‘પ્લાસ્ટિકમુક્ત ખોરાક’ – આપણી ગૌમાતાનું જીવન બચાવી શકે છે.
આપણા સાંસ્કૃતિક મૂલ્યો, માનવતા અને પરંપરાનો સાચો અર્થ એ છે કે જે જડ ચેતન પ્રાણીઓ માટે પણ Karuṇā (કરુણા) અને જવાબદારીભાવ બતાવીએ.
હવે વિચારવાનું આપડું છે:
ભોજન આપવું છે કે ઝેર?
બચાવવું છે કે હળવે હળવે મારવાનું?
ગૌવંશ માટે સંરક્ષણ છે કે અવગણના?
ચાલો, આજે થી જ ભોજન પ્લાસ્ટિક વિહોણું રાખીએ – ગૌમાતાની સાચી સેવા કરીએ.
