ઓપરેશન સિંદૂરને બિરદાવવા 2200 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે અમદાવાદમાં તિરંગાયાત્રા નીકળી

ઓપરેશન સિંદૂર ભારતીયોની ભાવનાનું પ્રતિબિંબ

તિરંગા યાત્રા આપણને સૌને એકતાના સૂત્રમાં બાંધે છેઃ CM

સૈન્યએ આતંકીઓને ધૂળ ચાટતા કરી દીધા

વ્યાસવાડીથી સુભાષબ્રિજ સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપરેન સિંદૂરમાં ભારતીય સૈન્યના પરાક્રમને બિરદાવવા આયોજન કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી, ધારાસભ્યો, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મુખ્યમંત્રીએ આ ઓપરેશન બદલ ગુજરાત વતી સૈન્યને અભિનંદન પાઠવ્યા હતા. આ યાત્રામાં ઓપરેશન સિંદૂરને બિરદાવવા 2200 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી હતી.

ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ આતંકી હુમલાને અંજામ આપ્યો હતો ત્યારે ભારતીય સેનાએ તેનો ઓપરેશન સિંદૂરના માધ્યમથી જડબાતોડ જવાબ આપીને તિંરગાનું ગૌરવ વધાર્યુ હતું. આ ગૌરવને વધાવવા દેશભરમાં તા. 13 થી 23મી મે સુધી રાષ્ટ્ર વ્યાપી તિરંગા યાત્રા યોજવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદમાં વાડજના વ્યાસવાડી ખાતેથી યોજાયેલી તિરંગા યાત્રામાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તિરંગા યાત્રા આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ જાળવી રાખશે.

આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, ઓપરેશન સિંદૂર કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. આ આતંકવાદ સામે ભારતની લડાઈની સફળતા છે. પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ અને તેમના આકાઓને પાકિસ્તાનની જ જમીન પર ધૂળ ચાટતા કરીને ભારતે પહલગામ આતંકવાદી હુમલાના બદલો લીધો છે. આ સાથે સમગ્ર વિશ્વએ ભારતના સૈન્ય અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી આશ્યચકિત કરી દીધું છે. આપણા સૈન્યએ તિરંગાનું ગૌરવ અને સન્માન વધાર્યુ છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહે છે કે, તિરંગો દેશના લોકોને એક સાથે જોડે છે.

પહેલગામ હુમલાબાદ ભારતે શરૂ કરેલ ઓપરેશન સિંદૂર જે એક ફક્ત યુદ્ધ ની ઝલક સમાન ભારતે સાબિત કરી બતાયું અને પાકિસ્તાન ને ઘૂંટણે લાવીને તેમની ઓકાત બતાવી દીધી. તેથી આપણા બહાદુર સૈન્ય પરાક્રમના માનમાં અમદાવાદ સાથે પૂરા દેશમાં તિરંગાયાત્રા કાઢવામાં આવી રહી છે, અમદાવાદની આ યાત્રા માં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

રિપોર્ટ બાય : અશ્વિન લીંબાચીયા, અમદાવાદ