વાંચો, વિચારો, અને સમજો….યુદ્ધ માત્ર સરહદ પર રહીને નથી લડાતું !


ભારત-પાકિસ્તાન ના યુદ્ધ બાદ પર્યટકો આપને કરવાનું છે માત્ર ને માત્ર થોડું કામ.. તુર્કી-ચીન-અજરબેઝાન નો કરો સંપૂર્ણપણે બહિષ્કાર.
સમગ્ર વિશ્વમાં જયારે આંતકવાદને ખતમ કરવા ભારતે જે નેતૃત્વ પૂર્વક લડાઈની શરૂઆત કરી તેમાં ભારતની સાથે ખંભા મિલાવીને ઉભવાની જગ્યાએ પાકિસ્તનની સાથે રહેલા તુર્કી, અજરબેઝાન અને ચીનને આપણે બધાએ બતાવી તો દેવું પડશે કે ભારત વિરુદ્ધ થવાથી શું તકલીફ થાય છે.
ચાઈનીઝ વસ્તુઓનો સદંતર બહિષ્કાર કરવો જેથી આર્થિક રીતે ચીનને તકલીફ પડે કેમકે, પાકિસ્તાનને સૌથી વધુ ઉશ્કેરતો દેશ ચીન જ હતો. કચ્છમાં જે ડ્રોન પડયા છે તે બધા ચીન અને તુર્કી ની બનાવટના જ ડ્રોન હતા. ચાઈનીઝ વસ્તુઓ વાપર્યા વગર, તુર્કી અને અજરબેઝાનનો પ્રવાસ કર્યા વગર દુનિયામાં ઘણું બધુ ફરવાલાયક છે. અરે ! આપણાં કચ્છમાં જ એટલી બધી કુદરતી સૌંદર્ય વાળી જગ્યાઓ છે. આપણે આ આડકતરી રીતે પણ દેશભકિત તો કરી જ શકીએ
તાજેતરમાં આપણાં વડાપ્રધાને જ સમાચાર દ્વારા જણાવેલ કે…
લોહી અને પાણી એકસાથે વહી ના શકે આંતકવાદ અને શાંતિની વાત થઈ ના શકે તો પછી….
આંતકવાદ અને ટુરીઝમ કેમ થઈ શકે ???
અમો બધા કચ્છમાં આવેલા ટુર ઓપરેટરો આવા ત્રણેય દેશોનો સદંતર બહિષ્કાર કરીએ છીએ, સાથે સાથે આપ પર્યટકો ને પણ આ દેશમાં ફરવા ના જવા માટે જણાવીએ છીએ.
ભારત માતાકી જય
