મેઘપર બોરીચીમાં ત્રણ શખ્સો દ્વારા લૂંટ

મેઘપર બોરીચી નજીક નર્મદા કેનાલ પાસેના માર્ગ ઉપર ત્રણ શખ્સો દ્વારા લૂંટ કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના મેઘપર બોરીચી નજીક નર્મદા કેનાલ પાસેના માર્ગ ઉપર બે યુવાનો પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાન પાછળથી એક બાઈક પર ત્રણ શખ્સો આવી અને બે યુવાનો પર પાઇપ, ધોકા વડે માર મારી રૂ;60,500ની લૂંટ કરી નાસી ગયા હતા. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આરોપી શખ્સો વરસાણાથી વેલસ્પન કંપની બાજુ આવી રહ્યા છે. તે દરમ્યાન પોલીસે વોચ ગોઠવી અને આરોપી શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ બાબતે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી પોલીસે આદરી છે.
