મુંદ્રા ખાતે આવેલ મોટી ભુજપુરમાંથી 56 હજારનો શરાબનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર

copy image

મુંદ્રા ખાતે આવેલ મોટી ભુજપુરમાંથી 56 હજારનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું છે, કે મુંદ્રા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મોટી ભુજપુર ગામના ખાખરાવાસમાં જીઈબી પાછળ આરોપી દિલુભા રવુભા જાડેજા નામના શખે પોતાના કબ્જાના વાડામાં શરાબનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી અહીથી રૂા. 56,660નો અંગ્રેજી પ્રકારનો ભારતીય બનાવટનો જથ્થો શોધી કાઢ્યો હતો પરંતુ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી ઈશમ હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.