બેટરી તેમજ ડીઝલ ચોરીના આરોપીઓને પકડી પાડતી માધાપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ,સરહદી રેન્જ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા શોધવા સુચના-માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે માધાપર પો.સ્ટે પાર્ટ-એ,ગુ.ર.નં.-૦૨૭૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો તા.૧૪/૦૫/૨૦૨૫ ના ક.૨૦/૦૦ વાગ્યે જાહેર થયેલ જે ગુના કામે માધાપર મધ્યે માહિ ડેરી સામે આવેલ માધવ કોમ્પ્લેક્ષ બહાર પાર્ક કરેલ અશોક લેલન્ડ તેમજ આઇસર ગાડી માથી બેટરી તેમજ ડીઝલ ચોરી થયેલ તે ગુના કામે ચોર તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ શોધી કાઢવા માટે પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.એમ.ઝાલા નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ માધાપર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો બનાવવાળી જગ્યાના આજુબાજુ આવેલ પ્રાઇવેટ સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ ના ઉપયોગથી પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. પરમવીરસિંહ કે. ઝાલા તથા ભગીરથસિંહ એ. જાડેજા નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે,હેપ્પી હોમ્સ પાસે આવેલ લક્ષ્મી પાર્ક નવાવાસ માધાપર પાસે એક ઇસમ ઉભેલ હોઇ જેણે ઉપરોકત ગુના કામેની ચોરી કરેલ હોઇ તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ તે આધારે બે પંચો સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ જઇ મજકુર ઈસમ ચરનજીતસિંઘ સલવંતસિંઘને પકડી પો.સ્ટે. ખાતે લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા મજકુરે જણાવેલ કે, પોતે માહિ ડેરી સામે આવેલ માધવ કોમ્પ્લેક્ષ બહાર પાર્ક કરેલ અશોક લેલન્ડ તેમજ આઇસર ગાડી માથી બેટરી તેમજ ડીઝલ ચોરી કરેલ તેમજ ચોરી કરેલ મુદ્દામાલ ભુજ મધ્યે આવેલ અંજલીનગર ખાતે રહેતા સલીમ અબ્દુલા કુંભારને વેચેલ હોઇ જેથી સલીમ અબ્દુલા કુંભારને પો.સ્ટે. ખાતે લાવી પુછપરછ કરતા પોતે સદર ગુના કામે ચોરી થયેલ મુદ્દામાલ ચરનજીતસિંધ સલવંતસિંઘ પાસેથી વેચાણ લીધેલ હોવાની કબુલાત કરેલ જેથી મજકુર બન્ને આરોપીઓ પાસેથી ચોરીમા ગયેલ અલગ-અલગ કંપનીની બેટરીઓ નંગ-૦૫ કિ.રૂ.-૨૦,૦૦૦/- તથા ડિઝલ લીટર-૧૦ જેની કિ.રૂ.-૯૦૦ એમ કુલ્લે કિ.રૂ.-૨૦,૯૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- આરોપીઓ:-
(૧)યરનજીતસિંઘ સલવંતસિંઘ ઉ.વ. ૩૪ રહે.હેપ્પી હોમ્સ ગોકુલધામની બાજુમાં નવાવાસ માધાપર તા.ભુજ કચ્છ મુળ રહે,ગામ ગીલ કેવર તા.જી-તરણતારણ રાજ્ય. પંજાબ
(૨) સલીમ અબ્દુલા કુંભાર રહે, રોયલસીટી અંજલીનગર પાસે સુરલભીટ રોડ ભુજ પાછળ,ભુજ
- મુદ્દામાલની વિગત:-
(૧) અલગ-અલગ કંપનીની બેટરી નંગ-૦૫ કિ.રૂ.૨૦,૦૦૦/-
(૨) ડિઝલ લિટર-૧૦ કિ.રૂ.૯૦૦/- એમ કુલ્લ કિ.રૂ.૨૦,૯૦૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર.ડી.એમ.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. પરમવીસિંહ કે. ઝાલા તથા ભગીરથસિંહ જાડેજા તથા કાનાભાઈ એચ રબારી તથા પોલીસ કોન્સ. કલ્પેશભાઈ કે. કોડીયાતર તથા લાલસિંહ ચેહરાજી પરમાર નાઓ જોડાયેલ હતા.
