કનૈયાબેમાંથી છ ખેલીઓને ઝડપી પાડતી પધ્ધર પોલીસ

copy image

copy image

ભુજ ખાતે આવેલ કનૈયાબે ગામમાંથી જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા છ ખેલીઓને પધ્ધર પોલીસે દબોચી લીધો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પધ્ધર પોલીસે પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કનૈયાબેની પડતર જમીનમાં ઝાડ નીચે સિમેન્ટના ઓટલા પર જાહેરમાં અમુક ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી છ પત્તાપ્રેમીઓને દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી રોકડ સહિત કુલ 31,400નો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.