ગાંધીધામમાં અલ્ટો ગાડીમાંથી 1.64 લાખનો દારૂનો જથ્થો નીકળી પડ્યો : આરોપી ફરાર

copy image

ગાંધીધામ શહેરમાં એક ગાડીમાંથી 1.64 લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે કિડાણા સોસાયટી વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટી પાસે આવેલી બાવળની ઝાડીઓમાં પડેલી સફેદ રંગ અલ્ટો ગાડીમાં તપાસ હાથ ધરી હતી જેમાંથી કુલ રૂા.1,64,496ની કિંમતનો અંગ્રેજી દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળી આવેલ ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.