બાઇક અને ટેઈલર વચ્ચે અકસ્માત સર્જાતા આધેડનું મોત
copy image

ગાંધીધામથી ભચાઉ તરફના ધોરીમાર્ગ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં આધેડનું મોત થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા; 16/5ના સવારે 9 વાગ્યાના અરસામાં એક આધેડ બાઇક લઈને ચોપડવાથી ભચાઉ તરફ જઈ રહ્યો હતો. તે દરમ્યાન પૂરઝડપે આવતાં ટેઈલર ચાલકે બાઇકને ટક્કર મારતા આધેડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ મામલે વધુ પ્રાપ્ત થતી વિગતો મુજબ મૃતકના પુત્ર દ્વારા ટેઈલર ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.
