પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારના ડગાળા ગામે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના કલાકોમા ઉકેલી બે ઇસમોને પકડી પાડતી પધ્ધર પોલીસ”

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબશ્રી પશ્વિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ પધ્ધર પો સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૩૨૬/૨૦૨૫ B.N.S કલમ ૬૨, ૩૦૫-એ, ૩૨૪-૪, ૩૩૧-૪, મુજબનો ગુન્હો શોધી કાઢવા સુચના આપેલ હોઇ

જે અન્વયે પો.ઇન્સ એ.જી.પરમાર સાહેબ પધ્ધર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન તેમજ સુચના અનવ્યે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફસ્ટ ગુ.ર.નં ૩૨૬/૨૦૨૫ B.N.S કલમ ૬૨, ૩૦૫-એ. ૩૨૪-૪, ૩૩૧-૪. ના ગુન્હા કામે આરોપીની તપાસમા હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ મહેન્દ્રસિંહ જાડેજા તથા પો હેડ કોન્સ મહિપાલસિંહ જાડેજા નાઓને સયુકત બાતમી હકીકત મળેલ કે, ડગાળા ગામેથી મંદિર ચોરી કરેલ શંકાસ્પદ ઇસમો (૧) ઉંમર સીધીક સમા તથા (૨) જકરીયા અમીન સમા હાલે લેર સીમમા આવેલ આશાપુરા કંપની પાસે મોટર સાયકલ થી હાજર છે જેથી તુરંત જ વર્ક આઉટ કરી સદર જ્ગ્યાએથી રાઉન્ડઅપ કરી પો સ્ટે લાવી પો.ઇન્સ એ.જી.પરમાર સાહેબ નાઓએ યુક્તી પ્રયુકિતથી પુછપરછ કરતા મજકુર ઇસમો ભાંગીપડી ઉપરોકત ગુન્હો આચરેલ હોવાનું કબુલાત કરેલ અને ગુન્હા કામે ઉપયોગમા લીધેલ વાહન સાથે આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી :-

(૧) ઉમર સીધીક સમા ઉ.વ ૩૦ મુળ રહે જણા દેઢીયા (ખાવડા) તા ભુજ હાલે રહે લેર આશાપુરા કંપની પાસે સમાવાસ તા ભુજ

(૨) જકરીયા અમીન સમા ઉ.વ ૨૦ રહે નાના દિનારા (ખાવડા) તા ભુજ

કબ્જે કરેલ મુદામાલ :-

(૧) ગુન્હા કામે ઉપયોગ લીધેલ મો.સા જી જે ૧૨ એચ બી ૬૫૯૭ કિ.રૂા. ૧૫,૦૦૦/-

(૨) મોબાઇલ ફોન- નંગ-૦૨ B.३८.१०.०००/-

એમ કુલ કિ. રૂ. કિ.રૂ- ૨૫.૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો. ઇન્સ એ.જી.પરમાર સાહેબ તથા એ.એસ.આઇ મહેન્દ્રસિંહ જાડેજા તથા પો હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા શિવરાજસિંહ રાણા તથા નિલેશભાઇ ચૌધરી તથા ધરમેંદ્રસિંહ વાધેલા તથા વિરેંદ્રસિંહ પરમાર તથા વિનોદભાઇ વસાવા તથા પો.કોન્સ બળદેવભાઇ રબારી નાઓ જોડાયેલ હતા.