કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૩૬૫માં દિવસ ની મેચ તારીખ ૧૮/૦૫/૨૦૨૫

આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો ભાસ કરાવતી લોકપ્રિય રમત છેલ્લા ૩૭ દિવસ
થી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ – ૩ જયુબિલી ગ્રાઉન્ડ ભુજ મધ્યે રમાઇ રાજી છે. ૫૨૦
ટીમો થી વધુ રમાનાર આ મેચ રોમાંચ અને ઉત્સાહ થી ભરપુર છે અને બહોળી સંખ્યામાં ખેલ દર્શક ઉપસ્થિત
રહી ખેલાડીઓ ને ઉત્સાહ અને આયોજકો – વ્યવસ્થાપકો ને અભિનંદન આપે છે.
આ સાથે તારીખ ૧૮/૦૫/૨૦૨૫ના ૬૫માં દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ SM વોરિયર્સ ઇલેવન અને
રાઠોડજી ઇલેવન વચ્ચે રમાઇ જેમાં SM વોરિયર્સ ઇલેવન ની જીત થઇ હતી. બીજી મેચ માં મોમાય ઉમરસર
અને કિંગ વોરિયર્સ ઇલેવન પલીવાડ વચ્ચે રમાઇ જેમાં કિંગ વોરિયર્સ પાલિવાડ ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી
મેચ પચ્છમ ઇલેવન દિનારા અને અરજાન ઇલેવન વચ્ચે રમાઇ હતી. જેમાં માં પચ્છમ ઇલેવન દિનારા
વિજેતા થઇ હતી. ચોથી મેચ એકતા ઇલેવન ઢોરી અને અમન ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં અમન ઇલેવન
ભુજ ની જીત થઇ હતી. પાંચમી મેચ સ્વસ્તિક બ્રિગેડ ઇલેવન અને કુકમા કિંગ રાઇડર વચ્ચે રમાઇ જેમાં કુકમા
કિંગ રાઇડર ટીમ વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ ઇવનિંગ ઇલેવન અંજાર અને ચોકડી ઇલેવન ભુજ વચ્ચે રમાઇ
જેમાં ચોકડી ઇલેવન ભુજ ટીમ ની જીત થઇ હતી. સાતમી મેચ એકતા ઇલેવન દૂધઈ અને Well Worth
ઇલેવન વચ્ચે રમાઇ જેમાં Well Worth ઇલેવન ટીમ ની જીત થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા
દ્વારા થઈ હતી.
આ મેચ દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સાથે સર્વશ્રી મહેમાનો
તથા જુરી કમિટીના સભ્યો વિગેરે હાજર રહ્યા હતા.
