ચીટીંગના અલગ અલગ ગુનાઓમા વોન્ટેડ આરોપી વેશ પલ્ટો કરીને નાશી જાય તે પહેલા પકડી પાડતી મુંદરા પોલીસ

આજથી આશરે બે માસ અગાઉ આરોપી ઈમરાન ઓસમાણ બાદી ઉ.વ.૨૬ ધંધો.કન્ટ્રક્શન રહે.જમ્બો રેસીડેન્સી, કલાપુર્ણ સોસાયટીની બાજુમાં મુંદરા, કચ્છ. મો.નં.૮૭૯૯૧૭૮૬૯૦ વાળો ફરીયાદીને વિશ્વાસમાં લઈ ફરીયાદીની મારૂતી ઇકો ગાડી રજી નં.જીજે-૩૩-બી-૧૯૧૩ વાળી ભાડે લગાડવાનુ કહી જેનુ માસીક ભાડુ ત્રીસ હજાર નક્કી કરી ફરિયાદી પાસેથી ઇકો ગાડી લઇ ગયેલ અને તા-૧૪/૧૦/૨૦૨૪ થી આજદિન સુધી ગાડી તેમજ ભાડુ બન્ને ફરિયાદીને ન આપી વિસ્વાસઘાત કરેલ હોઇ જે અંગે ફરીયાદીએ ફરીયાદ આપતા મુંદર પો.સ્ટે.ખાતે ગુ.૨.નં.૧૧૨૦૫૦૩૨૨૫૦ ૩૭૭/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૧૬(૨), ૩૧૮(૪) મુજબનો ગુનો તા-૧૬/૦૬/૨૦૨૫ ના રોજ જાહેર થયેલ. સદર ગુનો દાખલ થયા બાદ આ કામેનો આરોપી પોલીસ પકડથી બચવા પોતાની જાત છુપાવી નાસતો ફરતો રહેલ હતો.
આ ઉપરાંત મજકુર આરોપી નીચે જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમા લોકોને વિશ્વાસમા લઈ છેતરપીંડી આચરેલ છે.
(૧) મુંદરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૨૨૪૧૦૫૯/૨૪ ઈપીકો કલમ ૪૦૬-૪૨૦ વાળીના કામે ફરિયાદી નિતેશ જેન્તીલાલ સેંઘાણી, ધંધો.વેપાર (નાઇસ ઇન્ફોટેક) રહે-મુંદરા વાળાઓ પાસેથી અલગ અલગ કંપનીના કોમ્પ્યુટર તેમજ પ્રિંટર તેમજ લેપટોપના કિ.રૂ.૧૮,૯૫, ૧૪૧/- ની ખરીદી કરી ફરીને અલગ અલગ તારીખોમાં અલગ અલગ રકમના ચેકો આપી વિશ્વાસમાં લઈ આજદીન સુધી ફરીયાદીને રૂપીયા નહીં આપી છેતરપિંડિ તેમજ વિશ્વાસઘાત કરી ગુનો કરેલ જે ગુનામાં નામદાર કોર્ટમાંથી હાલ જામીન પર મુકત થયેલ છે.
(૨) નલીયા પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૦૫૦૩૬૨૪૦૨૧૭/૨૪ બી.એન.એસ. ક્લમ ૩૧૬(૨), ૩૧૮(૪) વાળીના કામે ફરિયાદી નિરવભાઈ જયંતીભાઈ સોની રહે-નલીયા વાળાઓ વિશ્વાસમાં લઈ અલગ અલગ ઈલેક્ટ્રોનીક ચીજવસ્તુઓ ખરીદ કરી અને ખરીદી પેટે રૂ. ૭,૫૮,૨૦૦/- નો ચેક આપી જે ચેક બાઉન્સ કરાવી ફરી.ને રૂપીયા નહીં આપી છેતરપિંડિ તેમજ વિશ્વાસઘાત કરી ગુનો કરેલ જે ગુનામાં નામદાર કોર્ટમાંથી હાલ જામીન પર મુકત થયેલ છે.
(૩) આ કામેના આરોપીએ સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ શહેરના આશીષભાઈ ઈશવરભાઈ પાટડીયા રહે-વઢવાણ વાળાઓ પાસેથી એ.સી.-૦૪ તથા એલ.ઈ.ડી.-૦૯ એમ કુલ રૂ. ૩,૧૧,૦૦૦/- ની ઈલેક્ટ્રોનીક ચીજવસ્તુઓ ખરીદ કરી જેની અવેજમા ચેક આપેલ. જે ચેક બાઉન્સ થયેલ. જે મતલબની નામ. કોર્ટ સુરેન્દ્રનગર મધ્યે એન.જી.એક્ટ ૧૩૮ મુજબ ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાવેલ છે.
(૪) આ કામેના આરોપીએ જામનગર શહેરના રુષભભાઈ રાકેશભાઈ શાહ રહે-જામનગર વાળાઓ પાસેથી કિ.રૂ. ૨,૧૦,૦૦૦/- નુ લસણ ખરિદ કરી અને જેની અવેજમા ચેક આપેલ. જે ચેક બાઉન્સ થયેલ. જે મતલબની નામ. કોર્ટ જામનગર મધ્યે એન.જી.એક્ટ ૧૩૮ મુજબ ફરિયાદીએ ફરિયાદ દાખલ કરાવેલ છે.
(૫) આ કામેના આરોપીએ અંજાર શહેરના નવસાદભાઈ અયુબભાઈ કુંભાર પાસેથી અલગ અલગ ઈલેક્ટ્રોનીક ચીજવસ્તુઓ ખરીદ કરી અને ખરીદી પેટે રૂ. ૬,૭૦,૦૦૦/- નો ચેક આપી આજદિન સુધી ફરી.ને રૂપીયા નહીં આપી છેતરપિંડિ તેમજ વિશ્વાસઘાત કરેલ છે.
(૬) આ કામેના આરોપીએ મુંદરા તાલુકાના મોટાકપાયા ગામના જુવાનસિંહ હમીરજી ભાટી પાસેથી ૫૪૦૦૦/- ના લોખંડના પાઇપ ખરીદી આજદિન સુધી ફરી.ને રૂપીયા નહીં આપી છેતરપિંડિ તેમજ વિશ્વાસઘાત કરેલ છે.
[10:38 PM, 5/19/2025] Geeta Rabari: (૭) આ કામેના આરોપીએ ટંકારા શહેરના સાગરભાઈ હેમંતભાઈ કોરીંગા રહે-ટંકારા વાળાઓ પાસેથી ૪૯-પંખા કિ.રૂ. ૯૦,૬૫૦/- ની ખરીદ કરીને જેની અવેજમા ચેક આપેલ છે. જે ચેક બાઉન્સ થયેલ. આજદિન સુધી ફરી.ને રૂપીયા નહીં આપી છેતરપિંડિ તેમજ વિશ્વાસઘાત કરેલ છે.
(૮) આ કામેના આરોપીએ ધોળકા શહેરના રજાલ અલી કાસમ અલી મોમીન પાસેથી પંખા તથા ગીઝર કિ.રૂ. ૨,૦૦,૦૦૦/-ની ખરીદ કરીને જેની અવેજમા ચેક આપેલ છે. જે ચેક બાઉન્સ થયેલ. આજદિન સુધી ફરી.ને રૂપીયા નહીં આપી
છેતરપિંડિ તેમજ વિશ્વાસઘાત કરેલ છે.
(૯) આ કામેના આરોપીએ મુંદરા શહેરના બીપીનભાઈ ધારશીભાઈ મહેતા પાસેથી એ.સી. આપવાનુ કહીને રૂ.૧૪,૫૦૦/-રોકડા લઈ આજદિન સુધી ફરી.ને રૂપીયા નહીં આપી છેતરપિંડિ તેમજ વિશ્વાસઘાત કરેલ છે.
(૧૦) આ કામેના આરોપીએ ભુજ શહેરના હિરેનભાઈ મોહનભાઈ ભાનુશાલી પાસેથી લેબર મોકલાવાનુ કહીને રૂ. ૨૭,૫૦૦/- રોકડા લઈ આજદિન સુધી ફરી.ને રૂપીયા નહીં આપી છેતરપિંડિ તેમજ વિશ્વાસઘાત કરેલ છે.
(૧૧) આ કામેના આરોપીએ વઢવાણ શહેરના બ્રીજેશભાઇ હરજીભાઇ પટેલ પાસેથી એ.સી ની ખરીદી કરી ૧૭૦૦૦૦/-નો ચેક આપી આજદિન સુધી ફરી.ને રૂપીયા નહીં આપી છેતરપિંડિ તેમજ વિશ્વાસઘાત કરેલ છે.
(૧૨) આ કામેના આરોપીએ મોટાકપાયાના જુવાનસિંહ હમીરજી ભાટી પાસેથી ૫૪૦૦૦/- ના લોખંડના પાઇપ ખરીદી આજદિન સુધી ફરી.ને રૂપીયા નહીં આપી છેતરપિંડિ તેમજ વિશ્વાસઘાત કરેલ છે.
તેમજ મુંદરા,વઢવાણ,ખેડોઇ,અંજાર,ભાણવડ,રાધનપુર, ભુજ,ગંધીધામ જેવા શહેરોમા અંદાજે ૨૫૦૦૦૦/-થી ઉપર ની રકમનો માલ-સામાન તેમજ રોકડ લઇ અવેજમા ચેક આપી આજદિન સુધી ફરીયાદીને રૂપીયા પરત નહીં આપી છેતરપિંડિ તેમજ વિશ્વાસઘાત કરેલ છે. અને અલગ અલગ જગ્યાએ નાસતો ફરતો અને છુપાતો રહેતો અને કોઇપણ ન્યાયીક કાર્યવાહીમાં હાજર રહેતો ન હતો.
સદર આરોપી ચાલાક, ચબરાક હોઇ અને યેનકેનરીતે ગીરફતમાં આવતો ન હોઇ જે ને શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વીકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા ના.પો.અધિ.શ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી. આર.જે.ઠુંમર સાહેબે સુચના આપેલ હોઇ જે અનવ્યે મુંદરા પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ દર્શનભાઇ રઘુભાઇ રાવલ તથા પૃથ્વીરાજ સુરજદાન ગઢવી નાઓને સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે,”મજકુર આરોપી વેશ પલટીને બુરખો પહેરીને થોડા સમય માટે મુંદરા ખાતે આવેલ પોતાના ઘરે આવવાનો છે અને જો ત્વરીત પકડવામાં ન આવે તો તુરંત નિકળી જવાનો છે.” જે આધારે આરોપીના ઘરે તુરંત રેઈડ કરતા આરોપી સ્ત્રી વેશ બુરખો પહેરેલ હાલતમાં મળી આવેલ અને પોલીસને જોઈ ભાગવા લાગેલ. જેને તુરંત પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ,આ કામેના આરોપી ઈમરાન ઓસમાણ બાદી ઉ.વ.૨૬ ધંધો.કન્ટ્રક્શન રહે,જમ્બો રેસીડેન્સી, કલાપુર્ણ સોસાયટીની બાજુમાં મુંદરા વાળાએ આજદિન સુધીમા કુલ્લે રૂ.૪૭,૦૪,૯૯૧/- ની છેતરપિંડિ તેમજ વિશ્વાસઘાત કરેલ છે
આમ, મજકુર આરોપી ચાલાક,ચબરાક અને બહુરૂપી તેમજ વેશ પલટો કરવામાં માહિર હોઇ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમા કુલ ૨૦ જેટલા લોકો સાથે છેતરપીંડી કરેલ હોઇ જે આરોપીને પકડવામાં મુંદરા પોલીસને સફળતા મળેલ છે.
આરોપીનો ગુનાહીત ઈતિહાસ
(૧) મુંદરા પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૨૦૫૦૩૨૨૪૧૦૫૯/૨૪ ઈપીકો કલમ ૪૦૬-૪૨૦
(૨) મુંદરા પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૦૫૦૩૨૨૫૦૩૭૭/૨૫ બી.એન.એસ. ક્લમ ૩૧૬(૨), ૩૧૮(૪)
(૩) નલીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૬૨૪૦૨૧૭/૨૪ બી.એન.એસ. ક્લમ ૩૧૬(૨), ૩૧૮(૪)
આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ
આ કામગીરીમાં પો.ઇન્સ. આર.જે.ઠુંમર તથા પો.સબ ઇન્સ. એન.પી.ગોસ્વામી તથા પો.હેડ.કોન્સ. દર્શનભાઇ રઘુભાઇ રાવલ તથા પૃથ્વીરાજ સુરજદાન ગઢવી તથા રોહીતગીરી મગનગીરી ગોસાઈ તથા ભરતભાઈ ભારમલજી ચૌધરી તથા પો.કોન્સ. આલાભાઈ ખીમરાજભાઈ ગઢવી તથા ગલાલભાઈ ચેહરાભાઈ દેસાઈ નાઓ જોડાયેલ
