ઓપરેશન સિંદૂરની સફળતાને દેશના ઘર ઘર સુધી પહોંચાડવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર

copy image

જાણવા મળી રહ્યું છે કે હવે, મોદી સરકાર ઓપરેશન સિંદૂરની સફળતાને દેશના ઘર ઘર સુધી પહોંચાડવાની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત દેશની દરેક મહિલાઓને સિંદૂર ભેટ તરીકે આપવામાં આવશે. સૂત્રો જણાવી રહ્યા છે ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર આ અભિયાનનો પ્રારંભ 9 જૂનથી કરવામાં આવશે. કારણ કે આ દિવસે જ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા હતા.
Operation Sindoor નું નામ દરેક ભારતીય સહિત વિશ્વના અનેક લોકોના મનમાં કોતરાયેલું છે. પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હેઠળ જ આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમત વડે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ત્યારે, હવે સરકાર દેશમાં ઘરે ઘરે ઓપરેશન સિંદૂરના પ્રતિક સમાન સિંદૂર મોકલાવશે. ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનું ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે દેશમાં પણ ઓપરેશન સિંદૂરની શૌયર્તા દર્શાવવા ઘરે ઘરે સિંદૂર પહોંચાડવામાં આવશે.