1.ઉક્ત વિગતેની ગ્રામપંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્રતથા પેટાચૂંટણીઓ હેઠળના વિસ્તારમાં તા.૨૮/૦૫/૨૦૨૫ના રોજ ચૂંટણીઓની જાહેરાત થતાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે.
(2) રાજય ચૂંટણી આયોગના આદેશ ક્રમાંક:રાચપ-ચટણ-સ્થા.સ્વ.-36(૩)-૯૨૦૧૧-૬, તા.૧૩-૬-૨૦૧૧ થી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાના અધિકારો જે તે પ્રાંત અધિકારીશ્રીઓને સુપ્રત કરવામાં આવેલ હોય, ગ્રામ પંચાયતની ચૂંટણીના જાહેરનામાં તેઓ દ્વારા બહાર પાડવામાં આવશે.
(3) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરતાં ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત-દેવા-શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારીપત્રના સંબંધિત ભાગમાં ઉમેદવારીપત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે નિયત નમૂનામાં, સાદા કાગળ પર એકરારનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે.
4.આ ચૂંટણીઓમાં ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુનાહિત ઈતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલ્કત અને દેવા બાબતનું એકરારનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. અરજદારો ઉમેદવારી ફોર્મ સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીએથી મેળવી શકો અથવા આયોગની વેબસાઈટ પરથી download
પણ કરી શકાશે. (આયોગની વેબ સાઈટhttps://sec.gujarat.gov.in) આ ચૂંટણીમાં મતદાન સમયે મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર (EPIC)રજૂ કરવાનું રહેશે પરંતુ વાજબી કારણસર રજૂ કરી શકે તેમ ન હોય તો સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદારે, રાજય ચૂંટણી આયોગના તા.૨૬-૧૧-૨૦૧૬ ના આદેશ ક્રોક:રાચઆ-ચટણ-સ્થા.સ્વ-૨૫-૧૧૨૦૧૬-ક થી નિયત કરેલ ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરી શકશે.
(5) રાજય ચૂંટણી આયોગે, આ ચૂંટણીઓ માટેના મતદાનનો સમય સવારે ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-00 વાગ્યા સુધીનો નક્કી કરેલ છે.
(3) કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે અંગે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
(८) ગ્રામ પંચાયતોનીઆ સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ બેલેટ પેપર/મતપેટીદ્વારા કરવામાં આવશે.
२. નોટા (NOTA)નો અમલ કરવામાં આવશે.
રાજય ચૂંટણી આયોગ મતદારોને પાયાની લોકશાહીને વધુ મજબૂત કરવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા અનુરોધ કરે છે. આયોગ મતદારો ઉમેદવારો સર્વે રાજકીય પક્ષો અને જાહેર જનતા તરફથી પાયાની લોકશાહીની આ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે આ રાષ્ટ્રીય/સંવૈધાનિક કામમાં સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખે છે.
બિડાણ-ઉપર મુજબ
સચિવ રાજય ચૂંટણી આયોગ ગાંધીનગર
પ્રતિ,
માહિતી નિયામકશ્રી,
ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
૨/- રાજયના તથા જિલ્લાના સ્થાનિક અખબારો સહિત બહોળી પ્રસિદ્ધિ ધરાવતાં જુદા-જુદા સર્વે વર્તમાનપત્રોમાં આ અખબારી યાદી વિના મૂલ્યે પ્રસિંહથાય તે જોવા તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાને સૂચિત કરવા
વિનંતી સહ.
નકલ સવિનય રવાના:-
મુખ્ય સચિવશ્રી ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.
અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
સચિવશ્રી, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય ગાંધીનગર.
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી, બ્લોક નં-૭, સચિવાલય, ગાંધીનગર.
પોલીસ મહાનિર્દેશકઅને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર.
નકલ જાણ તથા જરૂરી કાર્યવાહી સારૂ રવાના :
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, તમામ (સર્વે ચૂંટણી અધિકારીશ્રીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ અને અન્ય સર્વે સંબંધિત અધિકારીશ્રીઓ/કચેરીઓ/રાજકીય પક્ષોને આ અંગે તાત્કાલિક જાણ કરવાની વિનંતી સહ)આપના જિલ્લા પૂરતી જુદી અખબારી યાદી આપવા તથા આ અખબારી યાદીની વિવિધ પ્રસાર માધ્યમો દ્વારા બહોળી પ્રસિદ્ધિ થાય તે જોવા વિનંતી સહ.
રાજય ચૂંટણી આયોગ ખાતે નોંધાયેલ સર્વે રાજકીય પક્ષો.
રાજ્ય ચૂંટણી આયોગના સર્વે અધિકારીશ્રીઓ/સર્વે શાખાઓ.