DGPની સ્ટેટ મોનીટરીંગ ટીમે ભુજમાંથી ક્રિકેટ સટ્ટા બેટિંગનો કરોડોનો કારોબાર ઝડપ્યો

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, DGPની સ્ટેટ મોનીટરીંગ ટીમે ભુજમાં ક્રિકેટ સટ્ટા બેટિંગનો કરોડોનો કારોબાર ઝડપ્યો હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. આ મામલે વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના DGPની સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમએ ગત દિવસે આટલે કે, મંગળવારના રાત્રીના સમયે ભુજ શહેરમાંથી કરોડો રૂપિયાના ક્રિકેટના સટ્ટા બેટિંગ કાંડનો પર્દાફાશ કર્યો છે. ભુજના ખેંગાર પાર્ક ત્રણ રસ્તા નજીક કારમાં ચાલી રહેલા જુગારના મસમોટા કાંડ ઉપર SMCની કાર્યવાહીને પગલે ત્રગડી દારૂના ક્વોલિટી કેસ પછીની છેલ્લા ચાર દિવસમાં થયેલી આ બીજી કાર્યવાહી છે. વધુમાં સૂત્રોનું કહેવું છે કે, SMCની રેડ બાદ કલાકો સુધી ભુજ ‘A’ ડિવિઝનની પોલીસ બુધવાર સવાર સુધી રેડમાં કઈ કલમ લગાડવી તે બાબતે મૂંઝવણમાં હોવાના કારણે પરિણામે બુધવાર સવાર સુધી આ અંગેની FIR દાખલ થઇ શકી ન હતી. વાધુમાં મળતી વિગતો મુજબ ગત દિવસે રાત્રીના સમયે ભુજમાં આવેલા ખેંગાર પાર્ક ત્રણ રસ્તા નજીક SMCની ટીમ દ્વારા સફેદ કલરની સ્વિફટ કારમાં રેડ પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પકડાયેલ શખ્સ પાસેથી ક્રિકેટ સટ્ટાનું સાહિત્ય મળી આવ્યું હતું. વધુમાં મળી આવેલ મોબાઈલની તપાસ કરતા તેમાં દોઢથી બે કરોડ રૂપિયાની ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગની આઈડી મળી આવી હતી. જેમાંથી તે IPLની મેચ દરમિયાન સોદા લેતો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આરોપી શખ્સને ઝડપી લઈ ભુજ ‘A’ ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો.આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.