અજાણી કારની હડફેટે આવતા બાઈક ચાલકનું મોત

copy image

copy image

મુંદરાના નાના કપાયા મૂળ ઉત્તરપ્રદેશના આધેડ બાઇક સવારનું અજાણી કારની હડફેટે આવતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પૂર્વી પાર્કમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશનો 46 વર્ષીય રિષિકેશપ્રસાદ રાજેન્દ્રપ્રસાદ નામનો આધેડ પોતાની બાઈક પર નોકરીએ જઈ રહ્યો હતો. ત્યારે મહાદેવ હોટેલ સામે ન્યૂ પોર્ટ રોડ પર અજાણ્યા કારચાલકે બેદરકારી પુર્વક કાર ચલાવી બાઇકને હડફેટે લેતાં બાઈક ચાલકનું ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કારચાલક વિરુધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.