PM મોદી બે દિવસના બિહાર પ્રવાસે : મોદીને જાનથી મારી નાખવાની મળી ધમકી : ધમકી આપનાર શખ્સની કરાઈ ધરપકડ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, આપણાં દેશના PM મોદી બે દિવસના બિહાર પ્રવાસ પર છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે પોતાના બિહાર પ્રવાસના પ્રથમ દિવસે પટણા પહોંચેલા પીએમ મોદી દ્વારા પટણા એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું ઉદ્દઘાટન કરવાની સાથે બિહટામાં નવા ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણ કાર્યનું શિલાન્યાસ કરવામાં આવેલ હતું. તે દરમ્યાન તેઓએ રોડ શો પણ કર્યો હતો. વધુમાં સૂત્રોનું કહેવું છે કે, આ દરમ્યાન વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.  ઉપરાંત ધમકી આપનાર શખ્સને પોલીસે દબોચી લીધો હોવાનું સામે આવ્યું છે.