જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ


મમ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ,સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ, તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ નાઓએ પ્રોહીબીશન અને જુગારના સફળ કેસો શોધી કાઢવા સારૂ સુચના આપેલ
જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી જે.કે.મોરી સાહેબના માર્ગદર્શન હેઠળ, ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે.ના પો. કોન્સ શ્યામ વિશ્રામ ગઢવીનાઓને ખાનગી રાહે સચોટ ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ કે ચાકીવાડી મસ્જિદ પાસે આવેલ ચોકમા ગંજીપાના વડે પૈસાની હારાજીતનો જુગાર રમી રમાડે છે જે અન્વયે પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબના આરોપીઓ જુગારના મુદ્દામાલ સાથે મળી આવેલ જેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ
પકડાયેલ આરોપીના નામ, સરનામા :
(૧) કરીમ સુલેમાન શેખ ઉ.વ-૪૧ રહે, ચાંદ ચોક ભીડનાકા બહાર તા.ભુજ
(૨) નુરમામદ અલીમામદ મોખા ઉવ-૪૦ ધંધો-મજુરી,રહે-સિતારાચોક ભીડનાકા બહાર તા.ભુજ
(3) મુસ્તાક મામદ ગગડા ઉવ-૩૫ ધંધો-ડ્રાઇવિંગ રહે-સિતારાચોક ભીડનાકા બહાર તા.ભુજ
(૪) અબ્દુલ મામદ ગગડા ઉવ-૪૧ ધંધો-ડ્રાઇવિંગ રહે- સિતારાચોક ભીડનાકા બહાર તા.ભુજ
(૫) ઇરફાન સલીમ લાખા ઉવ-૩૨ ધંધો-ડ્રાઇવિંગ રહે-સિતારાચોક ભીડનાકા બહાર ભુજ
(9) અણુભખર સુલેમાન કુંભાર ઉવ-૪ર ધંધો-ડ્રાઇવિંગ રહે- સિતારાચોક ભીડનાકા બહાર તા.ભુજ
મળી આવેલ મુદામાલ :-
(૧) રોકડા રૂ.૧૦,૩૫૦/-
(૨) ગંજી પાના નંગ-૫૨ કિ.રૂ-૦૦/૦૦
એમ કુલ્લે મુદામાલ કિ.રૂ.૧૦,૩૫૦/-
- કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.કે.મોરી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ ભરતભાઈ કાનાજી માજીરાણા, પો.હેડ કોન્સ.રાણાભાઈ કાનાભાઈ કોલા, પો.કોન્સ શ્યામ વિશ્રામ ગઢવી લાલજીભાઈ લક્ષમણભાઈ મકવાણા, કીરીટસિંહ ગોવિંદજી જાડેજા તથા નાનુભાઇ જીવાભાઈ નાઓ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાઈને સફળ કામગીરી કરેલ.