ઇડીઆઈઆઈએ 24માં કૉન્વોકેશનનું આયોજન કર્યું ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમોમાં 74 વિદ્યાર્થીઓ સ્નાતક થયા

copy image

એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ, જેને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય દ્વારા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ તરીકે માન્યતા આપવામાં આવી છે, તેમને 30 મે, 2025ના રોજ પોતાના અમદાવાદ કેમ્પસ ખાતે શૈક્ષણિક કાર્યક્રમોના 24માં કૉન્વોકેશનનું આયોજન કર્યું હતું.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડૉ. વિજયકુમાર સારસ્વત, સભ્ય – નીતિ આયોગ, પૂર્વ સચિવ – ડીઆરડીઓ અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક ઉપસ્થિત રહ્યા. તેમજ શ્રી રાકેશ શર્મા, અધ્યક્ષ – ઇડીઆઈઆઈ તથા મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી, આઈડીબીઆઈ બેંક લિમિટેડ; ડૉ. સુનીલ શુક્લા, ડિરેક્ટર જનરલ, ઇડીઆઈઆઈ તેમજ સંસ્થાના ગવર્નિંગ બોર્ડના સન્માનનીય સભ્યો જેમ કે શ્રી રાજેશ આર. ગાંધી, મેનેજિંગ ડિરેક્ટર, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અમદાવાદ; શ્રી રાહુલ ભાવે, મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી, આઈએફસીઆઈ લિમિટેડ, નવી દિલ્હી અને શ્રી પૂર્ણિમા ભાર્ગવ, સિઝીએમ અને હેડ, લર્નિંગ અને એમ્પ્લોયી એંગેજમેન્ટ, આઈડીબીઆઈ બેંક લિમિટેડ પણ ઉપસ્થિત રહ્યા.

૨૪માં કૉન્વોકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – એન્ટરપ્રેન્યોરશિપ (PGDM-E), પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – ઇનોવેશન, એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ વેન્ચર ડેવલપમેન્ટ (PGDM-IEV) અને ફેલો પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટ હેઠળ કુલ 74 વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા.આ કાર્યક્રમ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફર અને સફળતાની ઉજવણી છે, જેઓ હવે વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓમાં ઉદ્યોગસાહસિક ભૂમિકાઓ નિભાવવા માટે આગળ વધી રહ્યા છે. આ એક નોંધપાત્ર સિદ્ધિ છે.

આ વર્ષની સ્નાતક બેચમાં કુલ 74 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – એન્ટરપ્રેન્યોરશિપ (PGDM-E)ના 64, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – ઇનોવેશન, એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ વેન્ચર ડેવલપમેન્ટ (PGDM-IEV)ના 8 અને ફેલો પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટના 2 વિદ્યાર્થીઓ ભારતના કુલ 12 રાજ્યોમાંથી આવે છે. પીજીડીએમ-ઇના 21 વિદ્યાર્થીઓએ પોતાના પાંચ વર્ષના પર્સ્પેક્ટિવ ગ્રોથ પ્લાનને અંતિમ સ્વરૂપ આપ્યું છે, જ્યારે 43 વિદ્યાર્થીઓએ ડિટેલડ પ્રોજેક્ટ રિપોર્ટ (વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કર્યા છે. વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ ઇનોવેશન પોલિસી તરફથી ગ્રાન્ટ મંજૂરી પણ મળી છે. જેમાં કેટલાક વ્યવસાયિક ક્ષેત્રોમાં શામેલ છે: