મુન્દ્રા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ
મુન્દ્રા તાલુકાની મોખા પ્રા.શાળા કેન્દ્ર નંબર ૧૫, ફાચરિયા પ્રા. શાળા કેન્દ્ર નંબર ૨૦, કૂકડસર પ્રા. શાળા કેન્દ્ર નંબર ૩૦, ટુંડા વાંઢ પ્રા. શાળા કેન્દ્ર નંબર ૫૯, કારાઘોઘા પ્રા. શાળા કેન્દ્ર નંબર ૭૦, ધ્રબ કમંઢપુર પ્રા. શાળા કેન્દ્ર નંબર ૮૪, કુવાય પ્રા. શાળા કેન્દ્ર નંબર ૮૭ અને મંગરા આનંદવાડી પ્રા. શાળા કેન્દ્ર નંબર ૯૪ સહિતની પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક સત્ર માટે મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટેનું નિયત અરજી ફોર્મ મુન્દ્રા મામલતદાર કચેરીથી મેળવીને સંપૂર્ણ વિગત ભરીને અરજી તા.૧૦/૦૬/૨૦૨૫ના કચેરી સમય સુધીમાં મળે તે રીતે ટપાલથી/રૂબરૂ મામલતદાર કચેરી મુન્દ્રા ખાતે મોકલી આપવાની રહેશે. તા.૧૦/૦૬/૨૦૨૫ બાદ મળેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
સ્થાનિક, વિધવા, ત્યક્તા મહિલાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. ઉમેદવારી માટેની જરૂરી લાયકાત શૈક્ષણિક લાયકાત – એસ.એસ.સી પાસ રહેશે. જો એસ.એસ.સી. પાસ ઉમેદવાર નહીં મળે તો તેનાથી નીચે ધોરણ – ૭ પાસ સુધીના ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે. તમામ ઉમેદવાર માટે વય ૨૦થી ૬૦ વર્ષની રહેશે. આ અંગે અન્ય શરતો કચેરીમાંથી રૂબરૂ જાણી શકાશે.
અરજી સાથે રજૂ કરવાના જરૂરી આધાર પુરાવામાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની ખરી નકલ આપવાની રહેશે. ઉંમર અંગેના આધાર પુરાવા (એલ.સી.) રેશનકાર્ડ/આધાર કાર્ડ/ચૂંટણીકાર્ડની નકલ, જાતિ અંગેનું પ્રમાણપત્ર, તબીબી પ્રમાણપત્ર તથા પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર ( ફોજદારી ગુનો નોંધાયેલો ન હોવા અંગેનું), આવકનો દાખલો અને ત્યકતા કે વિધવા હોવા અંગેનો દાખલો તથા અરજી ફોર્મમાં જણાવેલ ઉપરોક્ત તમામ આધાર પુરાવાઓની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે. અરજદારે અરજી ફોર્મ અધિકારીશ્રીની ખરાઈ કર્યા બાદ જ આવક શાખામાં રજૂ કરવું. ખરાઇ કર્યા વગરનું ફોર્મ માન્ય ગણાશે નહીં તેમ મામલતદાર, મુન્દ્રાની અખબાર યાદીમાં જણાવાયું છે.
