કચ્છ સંગ્રહાલય ભુજ ખાતે નિ:શુલ્ક સમર કેમ્પનું આયોજન
કચ્છ સંગ્રહાલય ભુજ દ્વારા મસ્તી @ ધ મ્યુઝિયમ અંતર્ગત તા. ૦૨.૦૬.૨૫ થી ૦૮.૦૬.૨૫ દરમિયાન કચ્છ સંગ્રહાલય ભુજ ખાતે નિ:શુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમર કેમ્પનો સમય સવારે ૦૯:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી રહેશે. ૧૦ વર્ષથી મોટી ઉંમરના બાળકો, વાલીઓ તેમજ વડીલો પણ સંગ્રહાલય આયોજિત સમરકેમ્પમાં મસ્તી માણી શકે છે. જેમાં https://forms.gle/ZayGDB2cpNR4VZeF9 પર રજિસ્ટ્રેશન કરીને પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરી શકે છે એવુ કચ્છ સંગ્રાહાલય ક્યુરેટરશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
