જે લાભાર્થીઓએ e-KYC કરાવવાનું બાકી છે તેઓ કરાવી લેશે ત્યારબાદ તેમને અનાજનો જથ્થો આપવામાં આવશે
સરકારશ્રી ઘ્વારા e-KYC ની કામગીરી ચાલુમાં છે અને જે લાભાર્થીઓએ e-KYC કરાવેલ છે તેમને અનાજ નો જથ્થો વિતરણ કરવામાં આવે જ છે. જે લાભાર્થીઓએ e-KYC કરાવવાનું બાકી છે તેઓ e-KYC કરાવી લેશે ત્યારબાદ તેમને અનાજનો જથ્થો આપવામાં આવશે. જેથી પુરવઠા તંત્રની જે કાર્ડઘારકોનું e-KYC બાકી છે તેમને તાત્કાલિક e-KYC V.C.E / મામલતદાર કચેરીએ/ Post Office થી પૂર્ણ કરાવી લેવા અપીલ કરવામાં આવે છે.
