કચ્છમાં સ્મૃતિવન મ્યૂઝિયમ ભુજ ખાતે નાગરિક સંરક્ષણ મોકડ્રિલ યોજાશે
કચ્છના ભુજમાં સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે તા. ૩૧/૦૫/૨૦૨૫ ના સાંજે ૦૫.૦૦ કલાકે નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.
ભુજ ખાતે આયોજિત નાગરિક સંરક્ષણ મોકડ્રિલમાં આર્મી/હોમગાર્ડ બોર્ડર કોન્વોયને સલામત રીતે ટ્રાફિક મેનેજ કરીને પસાર કરવાની એક્સરસાઇઝ અંતર્ગત રૂદ્રમાતા બ્રીજ ખાતે મોકડ્રીલનું આયોજન કરાશે. સાંજે ૪.૦૦ કલાકે ભુજના મિલિટ્રી સ્ટેશન ખાતે સ્વોર્મ ડ્રોન એટેક મોકડ્રિલનું આયોજન કરાયું છે. જેમાં આર્મી સ્ટેશન ખાતે સ્વોર્મ ડ્રેન એટેકથી ઘાયલોને સારવાર માટે લઈ જવા એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણ દળની મદદ માંગવામાં આવશે. જે બાદ ઘાયલોને જી.કે.જીનરલ હોસ્પિટલ ખાતે નાગરિક સંરક્ષણ દળના સ્વયં સેવકોની મદદથી એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવશે. મોકડ્રીલ અંગેનું ફાઈનલ બ્રિફિંગ સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે યોજાશે.
જે બાદ ‘ઓપરેશન શિલ્ડ’ના ભાગરૂપે આજરોજ તારીખ ૩૧/૦૫/૨૦૨૫, શનિવારના રાત્રે ૮.૦૦થી ૮.૩૦ કલાક સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં ફરજિયાત બ્લેકઆઉટમાં નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.