અંજાર પો.સ્ટે વિસ્તારમાંથી સોયાબીન તેલનાં જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે સચીન વિનોદ ચૌહાણ તથા વિપુલ વસ્તા વિરડા રહે. બંને ગળપાદર તા.ગાંધીધામ વાળાઓ સાથે મળી પોતાના અંગત ફાયદા સારૂ તેલ ભરેલ ટેન્કરોના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલ ભરેલ ટેન્ડરોમાંથી ડ્રાઈવરો સાથે મળી તેલની ચોરી કરી કરાવે છે અને ચોરી કરેલ તેલનો જથ્થો તેઓએ શાંતીધામ વિસ્તારમાં અંબાજી-૩ ના સામેના ભાગે આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં પ્લોટ નં. ૨ વાળા મકાનમાં સંગ્રહ કરેલ છે. જેથી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ ક૨તા ઉપરોકત મકાનની બહાર એક આઈસર ટેમ્પો રજી.નં.જીજે-૧૮-બીવી-૫૧૮૨ વાળુ ઉભેલ હોય અને તેમા બે ઇસમો હાજર મળી આવેલ હોય જે ટેમ્પાને ચેક ક૨તા ટેમ્પામાંથી તથા મકાનમાંથી નીચે જણાવ્યા મુજબનો સોયાબીન તેલનો જથ્થો મળી આવતા તેમજ હાજર મળી આવેલ આરોપીઓને પકડી પાડી અંજાર પોલીસ સ્ટેશનમાં શ્રી સરકાર તરફે ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે અંજાર પો.સ્ટે ને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓનાં નામ
(૧) વિપુલ વસ્તાભાઈ વિરડા ઉ.વ. ૨૫ રહે. નવાવાસ, ગળપાદર તા.ગાંધીધામ
(૨) હિરાભાઈ ગોકળભાઈ ભરવાડ ઉ.વ. ૩૫ રહે. પલોડીયા તા.કલોલ જી.ગાંધીનગર
પકડવાના બાડી આરોપીનું નામ
(૧) સચીન વિનોદ ચૌહાણ રહે. નવાવાસ ગળપાદર તા.ગાંધીધામ
શોધાયેલ ગુનો-
અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૬૬૭/૨૫ ભારતીય ન્યાય સંહિતા ક.૩૦૩(૨),૩૧૭(૨),
૬૧(૨),૫૪
[1:01 PM, 5/31/2025] Geeta Rabari: મુદામાલ ની વિગત –
-કાચુ સોયાબીન તેલ લીટર ૫૦૫૦ કિ.રૂ. ૫,૦૫,૦૦૦/-
- ફુડ પામ ઓઈલ (સી.પી.ઓ.) લીટ૨ ૯૪૫ કિ.રૂ. ૯૯,૨૨૫/-
-ખાલી બેરલ તથા કેરબા કિ.રૂ.૭૫૦૦/-
-મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૩૦૦૦૦/-
– આઈસ૨ ટેમ્પો રજી.નં.જીજે-૧૮-બીવી-૫૧૮૨ કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-
કુલ કિ.રૂ. ૧૧,૪૧,૭૨૫/-
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એન.એન.ચુડાસમા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
