અંજારમાંથી જાહેરમાં આંકડો લેનાર આરોપી શખ્સને પોલીસે દબોચ્યો

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે અંજારમાંથી જાહેરમાં આંકડો લેનાર આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના રેલવે મથક બહાર પાનના ગલ્લા નજીક ઝાડ નીચે ઓટલા પર બેસીને એક શખ્સ પોતાના ગ્રાહકો પાસેથી આંકડા લઇને પેન વડે પાનામાં લખી રહ્યો  હતો. તે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે આ ઈશમને રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.