આજે સાંજે યોજાશે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રિલ


આજે સાંજના સમયે 5 થી 8 દરમ્યાન યોજાનારી મોકડ્રિલને ‘ઓપરેશન શિલ્ડ’ નામ આપવામાં આવેલ છે. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, આ મોકડ્રિલમાં હવાઇ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડવી, હુમલો થાય તો નાગરિકોને પોતાનું રક્ષણ કરવા તાલીમ આપવી, લોકોને સલામત રીતે બહાર કાઢવા, સલામત સ્થળે લઇ જવા, કંટ્રોલ રૂમની કામગીરી સમીક્ષા કરવી, હવાઇ હુમલાની ચેતવણી પ્રણાલીની સતર્કતા તપાસવી જેવા વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. ડ્રોન-મિસાઇલ હુમલો થાય ત્યારે શું કરવું, મિલિટ્રી મથક ઉપર હુમલો થાય તો તેવી સ્થિતિ, ઘાયલો માટે 30 યુનિટ બ્લડ એકત્ર રાખવા જેવા તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવેલ છે.