ફ્રેન્ચ એનર્જી જાયન્ટ ટોટલ એનર્જીનું અદાણી ગ્રીનની યોજનાઓને સમર્થન


કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની ફ્રાન્સની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન ફેન્ચ કંપની ટોટલ એનર્જીઝએ ભારતીય કંપની અદાણી ગ્રીનમાં પુન: વિશ્વાસ વ્યક્ત કર્યો છે. AGEL હાલમાં 14 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતાનું સંચાલન કરે છે, અને ટોટલએનર્જી સાથેની તેની ભાગીદારી ભારતના વ્યાપક નવીનીકરણીય ઊર્જા લક્ષ્યાંકોમાં મહત્વપૂર્ણ ફાળો આપે તેવી અપેક્ષા છે. ટોટલએનર્જીઝએએના ચેરમેન અને સીઈઓ પેટ્રિક પૌયાનીએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના વિસ્તરણને સતત ટેકો આપવાની ફરીવાર પુષ્ટિ કરી છે. ભારતના ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે પેરિસમાં એક બેઠક દરમિયાન બોલતા પૌયાનીએ કહ્યું, ” અદાણી ગ્રીનના વિસ્તરણને ટેકો આપવા અમે પ્રતિબદ્ધ છીએ, જે પહેલાથી જ 14 ગીગાવોટ ક્ષમતા ધરાવે છે. અમે તે વૃદ્ધિને ટેકો યથાવત્રા ખીશું.”
છેલ્લા પાંચ વર્ષમાં ટોટલએનર્જીઝએ ભારતમાં લગભગ $5 બિલિયનનું રોકાણ કર્યું છે, જેમાં અદાણી ગ્રુપની કંપનીઓ સાથે સહયોગ દ્વારા કુદરતી ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિટી ગેસ નેટવર્ક અને સૌર અને પવન જેવા નવીનીકરણીય ઉર્જા સ્થાપનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર ગોયલે ફ્રેન્ચ ઊર્જા કંપનીને ભારતના ઊર્જા ક્ષેત્રમાં તેની ભાગીદારી વધારવા પ્રોત્સાહિત કર્યા હતા. ટોટલએનર્જીઝએ સૌપ્રથમ જાન્યુઆરી 2021 માં કંપનીમાં માઈનોર સ્ટેક ખરીદીને AGEL સાથે ભાગીદારી શરૂ કરી હતી. સમગ્ર ભારતમાં નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સનું સંચાલન કરતી AGEL સાથેના ત્રણ સંયુક્ત સાહસોમાં પણ ફ્રેન્ચ કંપની 50% હિસ્સો ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, ટોટલએનર્જીએ ઇન્ડિયા એનર્જી સમિટ દરમિયાન ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન સાથે સમજૂતી કરાર કર્યા હતા. પૌયાનેએ આ મુલાકાત દરમિયાન ભારતમાં ટોટલએનર્જીઝની વ્યાપક વ્યૂહરચનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ઊર્જા નિકાસ વધારવાનો સમાવેશ થાય છે. યુએસમાં ટોટલ એનર્જી કંપની અગ્રણી ઊર્જા નિકાસકાર છે. ભારત માટે
વધારાની સપ્લાય લાઇન બનાવવા તેમણે મોઝામ્બિકમાં કામગીરી ફરી શરૂ કરવાની યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ટોટલએનર્જીઝએ એમ પણ સ્પષ્ટતા કરી કે અદાણી ગ્રુપની કંપનીઓમાં તેના અગાઉના રોકાણો કાનૂની જરૂરિયાતો અને આંતરિક પાલન પ્રક્રિયાઓ અનુસાર કરવામાં આવ્યા હતા. જે ભાગીદારો તરફથી વ્યાપક ડ્યુ ડિલિજન્સ અને ઘોષણાઓના આધારે કરવામાં આવ્યા હતા. આ જાહેરાત બંને કંપનીઓની ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં વિસ્તરણ કરવાની યોજનાઓ સાથે સુસંગત છે.