મતગણતરીના દિવસે ૨૦૦ મીટર ત્રિજયાના  વિસ્‍તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં

આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મઘ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૨૮/૦૫/૨૦૨૫ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૨૮/૦૫/૨૦૨૫ થી તા.૨૬/૦૬/૨૦૨૫ સુધી ચાલશે. આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.   

        જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ – ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મઘ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ની મતગણતરી નિયત થયેલ અલગ અલગ કેન્દ્રો ખાતે કરવામાં આવશે, આ મતગણતરી મથકોની આસપાસ તા.૨૫/૦૬/૨૦૨૫ના મત ગણતરી દિને સવારના ૦૪:૦૦ કલાક થી મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી આદર્શ આચાર સંહિતા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર થી વધુ વ્યક્તિઓ એક્ઠા થઈ શક્શે નહી. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં સભા ભરી શકાશે નહી કે સંબોધી શકાશે નહી.  મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, વાયરલેસ સેટ, કોર્ડલેસ ફોન, કે સંદેશા વ્યવહારના કોઈ સાધનો કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનીક ઉપકરણો લઈ જઈ શકશે નહી.  મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ વાહન લઈ જઈ શક્શે નહી. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ બાકસ, લાઈટર, ગેસ લાઈટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજ વસ્તુઓ લઈ જઈ શક્શે નહી કે તેનો ઉપયોગ કરી શક્શે નહી.

આ જાહેરનામું ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વરશ્રીઓચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારી/અધિકારીઓ તથા ચૂંટણી ફરજ પરના વાહનો. ચૂંટણી અધિકારીશ્રી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અથવા પોલિસ અધિક્ષકશ્રી અધિકૃત કરે તેવા વ્યક્તિઓને લાગુ પડશે નહીં.  

આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા ઉક્ત નિયમોનું ભંગ કરવામાં આવશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

અંજના ભટ્ટી