5 જુને વિશ્વ પર્યાવરણ દિને જયુબિલી સર્કલ ભુજ સિંદુરના રોપાનું વિતરણસાંસદશ્રી વિનોદભાઇ ચાવડા


વિશ્વ પર્યાવરણ દિવસ ૫ મી જૂને પર્યાવરણ ની સુરક્ષા – સંરક્ષણ અને
સ્વચ્છતા હેતુ વૈશ્વિક સ્તરે સામાજીક જાગૃતિ લાવવા ઉજવાય છે. ત્યારે
સમાજ નવનિર્માણ – ભુજ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિંદુર ના
રોપા વિતરણ કાર્યક્રમ નું જયુબિલી સર્કલ – ભુજ ખાતે ગુરૂવાર તારીખ ૫ મી
જુને સવારે ૦૯:૩૦ કલાકે આયોજીત કરેલ છે.
સાંસદશ્રી તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ ના પ્રમુખશ્રી વિનોદભાઇએ જણાવ્યુ
હતું કે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નું વિઝન છે કે ૨૧ મી
સદીનું ભારત આબોહવા માં પરીવર્તન અને પર્યાવરણીય સંરક્ષણ માટે અતિ સ્પષ્ટ રૂપરેખા સાથે અગ્રેસર છે. વર્તમાન
જરૂરીયાતો અને ભવિષ્યના વિઝન વચ્ચે સંતુલન પેદા કર્યું છે. વિનોદભાઇએ જણાવ્યુ હતું કે, ગ્રીન ફ્યુચર, ગ્રીન
ઈકોનોમી અભિયાન ને વેગ આપવાનું આપણું ધ્યેય છે. તેના માટે રાષ્ટ્રીય જાગૃતતા લાવવા સિંદુર ના રોપા વિતરણ નું
આયોજન કરવામાં આવેલ છે. અંગદાન પ્રણેતા શ્રી દિલીપભાઇ દેશમુખ દાદા સહયોગી છે. આપણો જિલ્લો સરહદી
જિલ્લો છે. જાગૃતતા અને પર્યાવરણ માટે જાગૃતિ ની જરૂર છે.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહજી
જાડેજા, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ. ભુજ નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, તથા
નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહેશે સિંદુર રોપા વિતરણ પ્રસંગે જાહેર જનતા ને
ઉપસ્થિત રહેવા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ અપીલ કરી હતી.