માંડવીમાંથી શંકાસ્પદ બાઈક સાથે એકની અટક

copy image

copy image

 માંડવીમાંથી શંકાસ્પદ બાઈક સાથે એક ઈશમને પોલીસે ઝડપી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, માંડવીના મહિલા બાગ નજીક ચોરી કે છળકપટથી મેળવેલ બાઈક સાથે કોઈ શખ્સ હાજર છે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી શંકાસ્પદ હીરો હોન્ડાનું બાઈક કિં. રૂા. 15,000  સાથે આરોપી ઈશમને દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.