ભુજમાં હોટેલનો ખોરાક ખાધા બાદ એક જ પરિવારના ચાર સભ્યો સારવાર હેઠળ

copy image

ભુજમાં હોટેલનો ખોરાક ખાધા બાદ એક જ પરિવારના ચાર સભ્યોને ઝેરની અસર થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ભુજમાં આવેલ ઝમઝમ હોટેલમાંથી એક પરિવારે પનીરનું શાક તેમજ ગટાનું શાક ઓર્ડર કર્યું હતું. જે જમ્યા પછી તેમની તબિયત બગડી હતી અને ઝાડા-ઊલટીના સ્વરૂપમાં ખોરાકી ઝેરની અસર દેખાઈ હતી. ત્યાર બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.