નખત્રાણાના નાની વિરાણી (વાંઢ)માં આખલાએ વૃદ્ધને ઉલાળી દેતાં મોત

નખત્રાણા ખાતે આવેલ નાની વિરાણી (વાંઢ)માં આખલાએ વૃદ્ધને શિંગડાથી ઉલાળી દેતાં ગંભીર ઈજાથી વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નાની વિરાણીમાં રહેતા 70 વર્ષીય રબારી સોમા વસ્તા પોતાના ઘરે જઈ રહ્યા હતા, તે સમય દરમ્યાન સામેથી આવતા આખલાએ વૃદ્ધને પેટમાં શિંગડા ભરાવી ઉલાળ્યા હતા. જેથી હતભાગીનું ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક સત્તાધારીઓ સમસ્યાને ધ્યાને લે તેવી માંગ કરવામાં આવી હતી.
