પૂર્વ કચ્છમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સના દબાણ પર ફરી વળ્યું “દાદા નું બુલડોઝર”


પૂર્વ કચ્છ પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ ના દબાણ ને કર્યું દૂર..
આરોપીનું નામ: મુસ્તાક ઉર્ફે મુસીયો નજમુદ્દીન બાયડ
આરોપીનું રહેણાંક સ્થળ: અંજાર સીમ વિસ્તાર રોટરી નગર વીડી રોડ
ડિમોલેશન નું સ્થળ: આરોપીના રહેણાંક સ્થળે અંજાર સીમ વિસ્તાર રોટરી નગર વીડી રોડ,ઉપર આરોપીએ રેવન્યુ સર્વે નંબર 43, જે (આડા) અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ હસ્તક છે તેના ઉપર ગેરકાયદેસર પોતાના અંગત વસવાટ અને ગુના આચરવામાં માટે મકાન બનાવેલ હોય તે આરોપી એ સ્વેચ્છાએ તોડી પાડેલ છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ: આરોપી વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ જેમાં ખૂનની કોશિશ, રાયોટીંગ પ્રોહિબિશનના, મારામારીના શરીર સંબંધી ગુનાઓ નોંધાયા છે.
(આડા ) અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા ખુલ્લી કરવામાં આવેલ જમીન અને એની અંદાજ કિંમત:બાંધકામના રૂપિયા 600000/- તથા પ્લોટ 222.75 sq. Mts. ની કિંમત રૂ. 1603800/- કુલ્લે રૂપિયા 2203800/- થાય છે.