માદક પદાર્થના ગુનાના નાસતા ફરતા આરોપીને રાપર પોલીસે રાજસ્થાનથી દબોચ્યો

copy image

copy image

 માદક પદાર્થના ગુનાના નાસતા ફરતા આરોપી ઈશમને રાપર પોલીસે ઝડપી લીધો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ત્રણ વર્ષ અગાઉ રાપર પોલીસ મથકે રાજસ્થાન ઉદયપુરના દેવીલાલ ઉર્ફે દેવા ભંવરલાલ આહીર વિરુદ્ધ માદક પદાર્થનો ગુનો દાખલ કરવામાં આવેલ હતી. આ આરોપી ઈશમ છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. જેની વચ્ચે રાપર પોલીસે આ શખ્સને રાજસ્થાનથી દબોચી લઈ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.