ભુજના કેરા ગામે પશ્ચિમ કચ્છ ખનિજ વિભાગની ટીમે સપાટો બોલાવ્યો : એક લોડર અને બે ડમ્પર કર્યા સીઝ
copy image

ભુજ તાલુકાના કેરા ગામે પશ્ચિમ કચ્છ ખનિજ વિભાગની ટીમે રેડ પાડી કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં આધાર પુરાવા વગર મોરમ અને કપચીનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં કાર્યવાહી દરમ્યાન સ્થળ પર 1 લોડર અને 2 ડમ્પર સિઝ કરાયા છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે ફરિયાદના આધારે ટીમ દ્વારા તપાસ હાથ ધારવામાં આવેલ હતી. જેમાં અંદાજે 700 ટન જેટલો મોરમ અને કપચીના મિશ્નણનો જથ્થો મળી આવ્યો છે. અહીથી 1 લોડર અને 2 ડમ્પર સિઝ કરી નોટિસ પાઠવવામાં આવી છે જેના આધારે આગળની વધુ કાતદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.