ભુજમાંથી સગીરાનું અપહરણ થતાં મામલો પોલીસ ચોપડે ચડ્યો
copy image

ભુજમાંથી સગીરાનું અપહરણ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે આ અપહરણ મામલે સગીરાના વાલી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ગત તા.10/6ના બપોરના સમયે આરોપીએ ફરિયાદીની 17 વર્ષ 11 માસની સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના કે બદકામના ઈરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો છે. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.