ગાંધીધામમાં એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક આવેલા અપના પાર્કિંગમાં એક યુવક પર ટ્રક ફરી વળતા મોત

copy image

ગાંધીધામમાં એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક આવેલા અપના પાર્કિંગમાં એક યુવક પર ટ્રક ફરી વળતા ગંભીર ઈજાઓના પગલે તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ઝુરા ગામનો દિલુભા નામનો યુવાન ગાંધીધામમાં એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક આવેલા અપના પાર્કિંગમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતો હતો. દરમ્યાન તે યુવાન વહેલી સવારે પાર્કિંગ પ્લોટમાં ખાટલો રાખીને સુતો હતો. ત્યારે એક ટ્રક ચાલકે પોતાનું વાહન ચાલુ કરી અચાનક વળાંક લેતાં ખાટલામાં સૂતેલા આ યુવાનને હડફેટમાં લેતા ગંભીર ઈજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસે ટ્રક ચાલક વિરુધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
