“કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખુન (મર્ડર)ના આરોપીઓને ગણતરીના કલાકમા ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

ગઇ તા.૧૨/૦૬/૨૦૨૫ ના રોજ ફરીયાદી ચિંતન કિશોરભાઈ ગોર રહે. ભુજવાળા મરણ જનારના કુટુબી ભાઈ છે તેઓએ કોડાય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલ કે, આરોપી જીગર દીપકભાઇ ગોર તથા જય દીપકભાઈ ગોર મરણજનાર ચિંતન ગોરને હત્યા કરવાના ઈરાદે નાણાની લેવડ દેવડ બાબતે ફોન ઉપર વાત કરી બંન્ને આરોપીઓએ પ્રિપ્લાન કરી મરણજનારને જખણીયા ગામે વથાણચોક પાસે બોલાવી છરીઓથી ઉપરા-ઉપરી જીવલેણ ઘા મારી મરણજનારની હત્યા કરી તથા આ કામેના ફરીયાદી તથા સાહેદ છોડાવવા જતા બન્ને આરોપીઓને તેઓને છરી બતાવી પતાવી દઈશ તેવી ધમકી આપી ફરીયાદીને લાફો મારી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી જીલ્લા કલેકટર શ્રી ભુજના હથીયાર બંધીના જાહેરનામનો ભંગ કરી ગુનો કરેલ જે બાબતે કોડાય પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૯૪/૨૦૨૫ બી.એન.એસ કલમ ૧૦૩ (૧), ૧૧૫(૨), ૩૫૧(૩), ૬૧(૨), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ખુનનો ગુનો રજીસ્ટર થયેલ.

જેથી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત ગુનો શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્યના કર્મચારીઓને સૂચના આપેલ હતી. જે સુચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, પંકજભાઇ કુશવાહ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિદાન ગઢવી, રણજીતસિંહ જાડેજા, નવિનભાઇ જોષી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ ઉપરોક્ત ગુનો શોધવા માટે તપાસમાં હતા દરમ્યાન મયુરધ્વજસિંહ જાડેજાનાઓને હ્યુમન સોર્સીસ આધારે માહિતી મળેલ જે આધારે ઉપરોક્ત ગુના કામેના આરોપીઓ જીગર દીપકભાઇ ગોર તથા જય દીપકભાઈ ગોર વાળાને માધાપર ખાતેથી પકડી પાડી બન્ને આરોપીઓને આગળની કાર્યવાહી સારૂ કોડાય પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ

જીગર દીપકભાઇ ગોર રહે. રાજગોર સમાજવાડીની બાજુમા, મઢી ફળીયુ, ભુજ શહેર

  • જય દીપકભાઈ ગોર રહે. આશાપુરા નગર સરપટ નાકા