ગાંધીધામમાં 29 વર્ષીય પરીણીતાએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

copy image

copy image

ગાંધીધામમાં 29 વર્ષીય પરીણીતાએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા ટૂંકાવી હતી. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 13/6ના ગાંધીધામમાં આવેલ જૂની સુંદરપુરી વિસ્તારમાં રહેતા ભાવનાબેન મનોજભાઈ કન્નડ નામની મહિલા પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ અકળ કારણોસર ચાદર વડે  ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ મહિલાએ કયા કરણસોર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.