ભચાઉ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે 52 વર્ષીય આધેડએ જીવ ગુમાવ્યો

copy image

copy image

ભચાઉ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે 52 વર્ષીય આધેડ મનુભાઈ દેવાભાઈ કોળીનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 13/6ના ભચાઉ નજીક એસ.આર.પી. કેમ્પ  સામે નર્મદાની કેનાલમાં બપોરના સમયે આ બનાવ બન્યો હતો. જેમાં ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેતા મનુભાઈ કોઈ કારણોસર કેનાલના પાણીમાં પડી ગયા હતા. જેથી ડૂબી જવાના કારણે તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.