લખપત તાલુકાના એકતાનગરમાં તનેરાજસિંહ ભાટી સાહેબનો વિદાય કાર્યક્રમ યોજાયો

એકતાનગર (લખપત) ખાતે એકતા વિકાસ સમિતિ ટ્રસ્ટ પાનધ્રોના આયોજકત્વે સમિતિના પ્રમુખ શ્રી તનેરાજસિંહ ભાટીના સત્કાર સમારંભ તથા વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી તનેરાજસિંહભાઈ ભાટીએ છેલ્લા 22 વર્ષથી આ વિસ્તારમાં નિવાસ કરીને સેવા આપી છે અને છેલ્લા 12 વર્ષથી એકતા વિકાસ સમિતિ ટ્રસ્ટના પ્રમુખ તરીકે અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રણ ભૂમિકા ભજવી છે. હવે તેઓ પોતાની મૂળ ભૂમિ રાજસ્થાન ધંધા-રોજગારના હેતુથી જઇ રહ્યા છે.
આ પ્રસંગે અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ મુસાફરો માટે 2 મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં શાસ્ત્રી શ્રી સુરેશભાઈ જોષીએ સમિતિ દ્વારા કરવામાં આવેલ સેવાકીય કાર્યની સરાહના કરી અને શ્રી તનેરાજસિંહભાઈને શુભકામનાઓ પાઠવી હતી.
એકતા વિકાસ સમિતિ ટ્રસ્ટ પાનધ્રો દ્વારા નોંધપાત્ર સેવાકીય પ્રવૃત્તિઓ:
મેડિકલ ચેકઅપ કેમ્પ
ધો. 8 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ
બ્લડ ડોનેશન કેમ્પ
સરહદના સૈનિકો સાથે રક્ષાબંધન અને દિવાળી જેવી ઉજવણી
મહારાણા પ્રતાપ જયંતી અને ગીત જયંતીની ઉજવણી
જરૂરમંદોને રાશન કિટ વિતરણ
કોરોનાકાળ દરમિયાન આરોગ્ય વિભાગ, પોલીસ કર્મચારી, હોમગાર્ડ, તલાટી કમ મંત્રીને મોમેન્ટો આપી સન્માન
દુષ્કાળ સમયે પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા
આ સેવાકીય પ્રવૃત્તિઓ તનેરાજસિંહભાઈના નેતૃત્વમાં સમિતિ દ્વારા સફળતાપૂર્વક અમલમાં મૂકાઈ છે.
આ પ્રસંગે વિશિષ્ટ મહેમાનો તરીકે શ્રી રામદેવપીર મંદિર તથા વિજય હનુમાનજી મંદિરના પૂજારી, તેમજ કોળીયાણી, કપુરાશી, પાનધ્રો, બાલાપર, છેરમોટી, નરેડી, કાટીયા, મુડીયા, દયાપર, ઘડુલી, પાનેલીના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોનું સ્વાગત સમિતિના મંત્રી શ્રી મહેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી તનેરાજસિંહ ભાટીએ જીએમડીસી પાનધ્રો, જી.એસ.ઈ.સી.એલ. પાનધ્રો, પરબતભાઈ ગોરસિયા બળદિયા, સર્વોદય ટ્રસ્ટ બિદડા અને અદાણી ફાઉન્ડેશનના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો તથા સમિતિના કાર્યો યથાવત્ ચાલુ રહેશે તેવી ખાતરી આપી હતી.
કાર્યક્રમનું સંચાલન શ્રી રાજેશભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની સફળતા માટે એકતાનગર યુવા ટીમે મહેનતપૂર્વક યોગદાન આપ્યું હતું.
