સિવિલ હોસ્પિટલ વિશે ફેલાવવામાં આવી રહેલ અફવાઓથી સાવધાન

સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતક ના પાર્થિવ દેહ ની બેગ બે માથા સાથે સોંપવામાં આવી એ સંદર્ભેના સમાચાર વિવિધ મીડિયાના માધ્યમથી પ્રકાશિત થયા છે તે વાત તદ્દન ખોટી વાત છે. આ પ્રકારના મેસેજ સમાજમાં આવા સમયે ફરી રહ્યા છે જે ખૂબ જ દુઃખની વાત છે.

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી અત્યાર સુધીમાં જેટલા પણ પાર્થિવ દેહ એમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે તે ખૂબ જ સન્માનભેર, માન સન્માન સાથે સોંપવામાં આવ્યા છે અને આગળ પણ આવશે.

અત્યાર સુધીમાં આ મૃતકોના સ્વજનો દ્વારા આ પ્રકારની કોઈ પણ ફરિયાદ સિવિલ હોસ્પિટલ તંત્ર કે સરકારને કરવામાં આવી નથી કે જાણ કરવામાં આવી નથી.

જિલ્લા વહીવટી તંત્ર કે જિલ્લા કલેક્ટર દ્વારા પણ અત્યાર સુધીમાં રાજ્ય સરકાર કે સિવિલ હોસ્પિટલ તંત્રને આવા વિષય સંદર્ભે કોઈ પણ પ્રકારની જાણે કે ફરિયાદ કરવામાં આવી નથી.

જાહેર જનતાને આવી પરિસ્થિતિમાં અપીલ કરવામાં આવે છે કે, આ પ્રકારના કોઈપણ તથ્ય વિહોણા મેસેજ અને ન્યૂઝ પર વિશ્વાસ કરવો નહીં.”

સિવિલ હોસ્પિટલ તંત્ર દરેકે દરેક મૃતક પરિવારની સાથે છે અને તેમની સંવેદનાઓ સમજી શકે છે.