વરસામેડીમાંથી મળી આવેલ કોહવાયેલી લાશ ઉત્તરપ્રદેશના શખ્સની હોવાનું સામે આવ્યું

dead-body-floor-60202053

copy image

copy image

 અંજાર ખાતે આવેલ વરસામેડીમાંથી મળી આવેલ કોહવાયેલી લાશ ઉત્તરપ્રદેશના 40 વર્ષીય રામકૃષ્ણ નામના શખ્સની હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 14/6ના બપોરના સમયે અંજારના વરસામેડીમાં આવેલ ચૌધરી કોલોની પાછળથી અરસામાં અજાણ્યા યુવાનની કોહવાઇ ગયેલી લાશ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવેલ હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં આ લાશ ઉત્તરપ્રદેશના 40 વર્ષીય રામકૃષ્ણ નામના શખ્સની હોવાનું સામે આવ્યું છે.