ગાંધીધામના કિડાણામાંથી 16 હજારની રોકડ સાથે પાંચ પત્તાપ્રેમીઓ દબોચાયા

copy image

copy image

ગાંધીધામ  ખાતે આવેલ કિડાણામાંથી 16 હજારની રોકડ સાથે પાંચ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં આવેલ કિડાણા લક્ષ્યનગર સોસાયટીમાં એક મકાન આગળ સાંજના સમયે અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી જુગાર રમતા પાંચ ઈશમેને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂા. 16,500 કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.