એપ્લિકેશનનું સબક્રિપ્શન બંધ કરવાના બહાને ભચાઉના આધેડના ખાતામાંથી 78 હજાર સેરવાયા

online froud

copy image

copy image

એપ્લિકેશનનું સબક્રિપ્શન બંધ કરવાના બહાને ભચાઉના આધેડ સાથે 78 હજારની ઠગાઈ થઈ હોવાનો મામલે સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના રામવાડી વિસ્તારમાં રહેનાર ફરિયાદી એવા જીતેન્દ્રકુમાર દિનેશચંદ્ર ઓઝા ગત તા. 20/5ના પોતાના ઘરે હતા તે દરમ્યાન મોબાઇલમાં રહેલી કૂકૂ એફ.એમ. એપ્લિકેશનનું સબક્રિપ્શન બંધ કરાવવા ગૂગલમાં જઇ હેલ્પલાઇન નંબર મેળવી તેના પર ફોન કરવામાં આવતા કોઈ ઠગબાઝે  સબક્રિપ્શન બંધ કરવવામાં માટે ચાલુ રાખવા જણાવેલ હતું બાદમાં ફોન-પે ચાલુ કરવા તથા ઓ.ટી.પી.  આવેલ હશે તે જણાવવા કહેતા આધેડે તેના કહ્યા અનુસાર કરી દીધું હતું. બાદમાં આમ કરવા છતાં સબક્રિપ્શન બંધ ન થતાં ફરિયાદીએ ફરી પાછો તે નંબર પર કોલ લગાવેલ જેથી એ બંધ આવતો હતો ઉપરાંત ફોન પે તપાસ કરતાં ત્રણ ટ્રાન્ઝેક્શન થકી તેમના રૂા. 78,995 બારોબાર સેરવાઈ ગયા હતા. આ  મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.