ચીટીંગના ગુનામાં નાસતા- ફરતા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને ભુજ શહેર બી ડીવીઝનમાં દાખલ થયેલ ચીટીંગના ગુનાની તપાસ કરનાર અમલદારશ્રી એચ.આર.જેઠી સાહેબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં. 11205043250716/2025 ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ ૨૦૨૩ ની કલમ ૩૧૯ (ક),૩૧૬(૨), ૩૧૮(૪), ૬૧(૨), ૩૫૧(૪),૨૯૬(બી) મુજબના ગુના કામેના આરોપીઓ (૧) અકીલ આમદ નોડે ઉ.વ.૩૮, મુળ રહે.લુડીયા(ખાવડા) તા.ભુજ હાલે રહે. મહેરૂન પાર્ક-ર મ.નં.૨૭, જુની બકાલી કોલોની આત્મારામ સર્કલ પાસે.ભુજ તથા (૨) અનવર ઇશાક તુર્ક ઉ.વ.૪૪,રહે. ડી.પી.ચોક, કેમ્પ એરીયા,ભુજીયા રીંગ રોડ,ભુજવાળાઓને તાત્કાલિક પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. નિલેશભાઈ ભટ્ટ, અનિરૂદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, રણજીતસિંહ જાડેજા, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજભાઇ ગઢવીનાઓ ઉપરોક્ત ગુનાના આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન નિલેશભાઇ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઇ રાવલનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે મજકુર બન્ને આરોપીને પકડી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ

પકડાયેલ આરોપી

  • અકીલ આમદ નોડે ઉ.વ.૩૮, મુળ રહે.લુડીયા (ખાવડા) તા.ભુજ હાલે રહે. મહેરૂન પાર્ક -ર મ.નં.૨૭, જુની બકાલી કોલોની આત્મારામ સર્કલ પાસે,ભુજ
  • અનવર ઇશાક તુર્ક ઉ.વ.૪૪,૨હે. ડી.પી.ચોક, કેમ્પ એરીયા,ભુજીયા રીંગ રોડ,ભુજ

:• કબ્જે કરેલ મદ્દામાલ

  • ફોર વ્હીલર કાર રજી.નં. GJ 12 FA 3553 કિં.રૂ. ૫,૦૦,૦૦0/-
  • મોબાઇલ ફોન નંગ – ૦૨, કિં.રૂ. ૨૦,૦૦૦/-