ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી સોનાના બિસ્કિટ અને ભારતીય ચલણની 500 નોટના બંડલનું વિડિઓ અપલોડ કરી લોકો સાથે છેતરપિંડી આચરતા શખ્સો ઝડપાયા

image-131

પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે કાર્યવાહી કરી

પોલીસે અકબર અબ્બાસ કેવર અને ફૈઈમ અબ્દુલગની ચાકીની ધરપકડ કરી

ભુજમાં આવેલ અકબર કેવરના ફાર્મ હાઉસ પર છેલ્લા એક વર્ષથી લોકો સાથે સંપર્ક કેળવીને બન્ને આરોપીઓ ગુન્હો આચરતા હતા

અબ્બાસ કેવરે ફેસબુક એકાઉન્ટ Maheshsoni નામની આઇ.ડી. તથા ફેઇમ અબ્દુલગનીએ bhavesh soni નામની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. બનાવી છેતરપિંડી આચરતા હતા

આરોપી વિરુદ્ધ ભુજ બી ડીવીઝન સ્ટેશનમાં BNS ની કલમ તળે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ

સોશિયલ મીડિયા સાઈટ પર લોભામણી જાહેરાતોથી ચેતજો નહીં તો તમારા સાથે પણ થઇ શકે છે છેતરપિંડી

પશ્ચિમ કચ્છ પોલીસે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી