આધાર પુરાવા વગરના એલ્યુમીનીયમના વાયરો સાથે પાંચ ઇસમોને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઇ જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિંહ ગઢવી, સુનિલભાઇ પરમાર તથા પો.કોન્સ. જીવરાજ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પંકજભાઇ કુશવાહા તથા નવીનભાઈ જોષીનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, એક મહિન્દ્રા પીકઅપ લોડીંગ ગાડી નંબર GJ 12 BX 1149 વાળી જે લોરીયા થી ભુજ તરફ આવી રહી છે જે લોડીંગ ગાડીમાં એલ્યુમીનીયમના વાયરોના ગુચડા ભરેલ છે જે એલ્યુમીનીયમના વાયરો ચોરી કે છળકપટથી મેળવેલ વાયરો છે અને તેઓ આ એલ્યુમીનીયમના વાયરો સગેવગે કરવા માટે ભુજ આવી રહ્યા છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી વોચમાં હતા દરમ્યાન હકીકત મુજબની પીકઅપ લોડીંગ ગાડી આવતા ઉભી રખાવી ગાડીમાં ચેક કરતા પાંચ ઇસમો હાજર મળી આવેલ અને મજકુર ઇસમોના કબ્જાની ગાડીમાંથી એલ્યુમીનીયમના વાયરો આશરે વજન ૩૦૦ કી.ગ્રા. મળી આવેલ જે બાબતે મજકુર ઇસમો પાસે કોઇ બીલ કે આધાર પુરાવા ન હોય જેથી આ વાયરો કયા થી લાવેલ તે બાબતે મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા જણાવેલ કે આ વાયરો આજથી થોડા દિવસો પહેલા અમે બધા ભેગા મળી નિરોણા પાસે આવેલ મોટી બંધ લાઇન માંથી વાયરો કાપી લીધેલ હતા અને આજરોજ ભુજ ખાતે વેચાણ કરવા આવતા હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
- કબ્જે કરેલ મુદ્દામાલ
- એલ્યુમીનીયમના વાયરો વજન ૩૦૦ કી.ગ્રા. કુલ્લે કી.રૂ. ૪૫,૦૦૦/-
મહીન્દ્રા કંપનીની પીકઅપ ગાડી રજી. નંબર GJ 12 BX 1149, કી.રૂ.૨,૦૦,000/-
પકડાયેલ ઇસમ
યુસુફ કાસમ કુંભાર ઉ.વ. ૩૨ રહે સુમરાસર (શેખ) તા. ભુજ
આસીફ ઇસ્માઇલ મમણ ઉ.વ. ૩૨ રહે હાલે, સુમરાસર (શેખ) રહે મુળ વરનોરા તા. ભુજ
ફકીર મામદ ઓસ્માણ બાયડ ઉ.વ. ૨૨ રહે સુમરાસર (શેખ) તા. ભુજ
- ઇમરાન આમદ કેવર ઉ.વ. ૨૮ રહે સુમરાસર (શેખ) તા. ભુજ
- હારૂન સીદીક લાલાણી ઉ.વ. ૨૫ રહે સુમરાસર (શેખ) તા. ભુજ