ભુજ ખાતે “કાર્નિવલ” માં મુખ્યમંત્રી માન.શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં કચ્છી નવા વર્ષની ઉજવણી

copy image

copy image

ઉમંગ અનેરો ઉત્સાહ – ઉલ્લાસ થી ભરપુર કચ્છી નવું વર્ષ – અરસ પરસ એકબીજા ની સુખાકારી શાંતિ દીર્ઘાયુ
ની મનોકામના સાથે શુભકામના ની આપ લે એટલે અષાઢી બીજ, ભુજ
માં સાંસદ કચ્છ કાર્નિવલ ની ઉજવણી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા
પ્રેરિત સંસ્થાન સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ ભવ્યાતિભવ્ય ઉજવણી
કરવામાં આવશે. ઝારા ડુંગર ઉપર કચ્છી નવા વર્ષની ઉજવણી તત્કાલીન
મુખ્યમંત્રીશ્રી વર્તમાન માં આ પણા હૃદયસ્પર્શી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ
મોદીજીએ કાર્નિવલ સ્વરૂપે શરૂ કરી હતી. ૨૦૦૮ થી ૨૦૧૩ છ વર્ષ
નિયમિત યોજાતું કાર્નિવલ હવે ફરી અષાઢી બીજ ને શુક્રવાર ના હમીરસર
સરોવર કાંઠે ૨૫૦૦ થી વધુ કલાકાર અને ૬૪ ફ્લોટ સાથે “કચ્છીયત”
ની થીમ પર કાર્નિવલ યોજાશે.
તાજેતરમાં વડાપ્રધાનશ્રી મોદીજીના કચ્છ પ્રવાસે ભુજ ની સભામાં
તેમણે કચ્છ, કચ્છી લોકોની ખમીર કલાકારી ને યાદ કરી બિરદાવી અને
કચ્છી નવું વર્ષ અષાઢી બીજ ની આગોતરી શુભકામના પાઠવી હતી. તેમનો કચ્છ પ્રત્યે નો લગાવ – લાગણી ધ્યાને લઈ
સાંસદશ્રીએ “સાંસદ કચ્છ કાર્નિવલ” યોજવા નો સંકલ્પ લીધો છે.
સાંસદશ્રી વિનોદભાઇએ જણાવ્યુ હતું કે, કચ્છ નવી વર્ષ અષાઢી બીજ ની સંધ્યા અને એ ભુજના ઐતિહાસિક
તળાવ હમીરસર સરોવર કાંઠે “સાંસદ કચ્છ કાર્નિવલ” ના ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહી
કચ્છ, કચ્છના કલાકારો અને નવા વર્ષની શુભકામના પાઠવશે.
કાર્નિવલના રૂપને મંડપ, રોશની શણગાર, સુશોભીત સર્કલો સુશોભીત કરાય છે. ખેંગારપાર્ક પાસે થી કાર્નિવલ
શરૂ થઇ ઉમેદનગર સુંધીના પોણા બે કિમી રસ્તા પર વિવિધ ગૃપો ઓપરેશન સિંદુર સહિત કચ્છીયત સહિતની અલગ
અલગ થીમ ઉપર પોતાનું પરફોમન્સ રજૂ કરશે, કચ્છી નવા વર્ષની ઉજવણી નો અભૂત પૂર્વ થનગનાટ વરતાઈ રહ્યો છે.
તેમ સાંસદશ્રીએ જણાવ્યુ હતું.